Blog :-

સોશ્યલ મીડિયા માંથી સાભાર

એક માણસે કુતરાના કાનમાં કાંઈક કીધુ,
કૂતરાએ આપઘાત કર્યો.

જંગલમાં ખળભળાટ મચી ગયો.!

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવ્યું કૂતરાને ગાળ દિધેલી.
સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું
” તું માણસ જેવો છે”
એવી હીન કક્ષાની ગાળ દીધી હતી,
જેથી કૂતરાને લાગી આવ્યું.

સિંહે સભા બોલાવી,
કાગડાના આગેવાનોએ જણાવ્યું “શ્રાધ્ધ ખાવાનો સામુહિક બહિષ્કાર કરી અને માણસના
પિતૃ પદેથી પણ રાજીનામું આપવું.”

ત્યાં વચ્ચે શિયાળ બોલી ઊઠયું કે
“અમે એક પણ વખત લુચ્ચાઈ કર્યાનો
દાખલો નથી છતાં બિજા ધોરણથી
‘લુચ્ચો શિયાળ’ પાઠ ભણાવે છે, જે તાકીદે
અભ્યાસક્રમમાથી દુર કરવો.”

ત્યાં વાંદરાએ સોગંદનામું સિંહના હાથમાં
ધરતાં જણાવ્યું કે
“અમો માણસના પૂર્વજો હોવાનો માણસોનો દાવો પાયા વિહોણો અને અમોને બદનામ કરવાનો કારસો છે તેની નોંધ લેવી.”

બધા પ્રાણીઓનો કોલાહલ વધી ગયો
થોડી અવ્યવસ્થા સર્જાઈ,
આ જોઈ સિંહ તાડૂક્યો,

“જો તમારે માણસવેડા કરવા હોઈ તો જવા દયો,
મારે જંગલને શહેર નથી બનાવવું…”

________________________________

અનોખી માર્કશીટ’👇👇👇

સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે…

બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા…

‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર…. સોમાંથી પુરા સો….! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે…?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં.

‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે… વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે… અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા.

‘ઓ ગણિત… વિજ્ઞાન વાળાં ઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો… જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે… જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્કશીટ હાથમાં લેતા કહ્યું.

જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી.

‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે, જય….? મારે પુછવુ છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે…?તારી પાછળ કેટલો સમય આપે છે…?’ એક વિદ્યાર્થીના મમ્મીએ માર્કશીટ જોઇને પૂછી લીધું.

‘મમ્મી… જયના મમ્મી-પપ્પા તો કોઇ’દી સ્કુલે આવતા જ નથી…!’ પેલા વિદ્યાર્થીએ જ તેની મમ્મીને જવાબ આપી દીધો.

ગુજરાતીના શિક્ષકે જયને ન સંભળાય તે રીતે પેલા બેનને ધીરેથી કહ્યું. ‘હા… જયના પપ્પા તો ફૂટપાથ પર જુના પુસ્તકો વેચે છે.. મમ્મી બીજાના ઘરે કામ કરે છે… તેઓ અતિ સામાન્ય પરિસ્થિતિના છે… આ તો જય જેવો દિકરો લાખોમાં એક હોય જે જાત મહેનતે આગળ આવે …!’

‘સર…હું જાઉં… મારા મમ્મી-પપ્પાને પણ રીઝલ્ટ બતાવવું છે.’ જયને ઘરે જવાની ઉતાવળ હતી.

ત્યાં જ સામે પ્રિન્સિપાલ સર આવ્યા, તેમના હાથમા મીઠાઈનું બોક્સ હતું, ‘હા.. જા દિકરા… તારા પેરેન્ટ્સ પાસે મોબાઇલ જ નથી તો એ ક્યાં ઓનલાઇન રીઝલ્ટ જોઇ શકવાના છે…? પણ તારા જેવો દિકરો ખરેખર જિંદગીની ઓન- લાઇને છે તેનો અમને ગર્વ છે… અને અમે તારા રીઝલ્ટની ખુશીના પેંડા આખી સ્કુલમાં આપવાનાં છીએ… લે આ બોક્ષ તારા મમ્મી-પપ્પાને આપજે…’

‘સર.. પેંડા તો મારે આપવાના હોય….!’ જયે ધીમા અવાજે કહ્યું.

‘બેટા… તારા પરિણામથી તો અમને પેંડા વહેંચવાનું મન થઇ આવે છે… તું જલ્દી જા… તારા મમ્મી-પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે.’ પ્રિન્સિપાલ સરે જયના માથા પર હાથ મુક્યો.

‘થેંક્યુ સર’ એટલું કહીને જયે પેંડાનું બોક્ષ અને માર્કશીટ લઇ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ વાળ્યું.

જયે જોયું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી- પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલર લઇને કે કારમાં આવ્યા હતા. જો કે આવી કોઇ સગવડ જયના નસીબમાં નહોતી. તેના પપ્પા પાસે પણ હજુ જુની પુરાણી સાયકલ જ હતી. તે દસમાં ધોરણમાં જયને વારસામાં મળી હતી.

આ સાયકલની રફ્તાર વધી રહી હતી… તેને પોતાની માર્કશીટ બતાવવાની ઉતાવળ નહોતી પણ પોતાના આ વર્ષની મમ્મી પપ્પાએ બનાવેલી માર્કશીટ લેવાની ઉતાવળ હતી.

જય ઘરે પહોંચ્યો. તે દોડીને મમ્મી પપ્પાની પાસે ગયો, ‘મમ્મી-પપ્પા આ મારી માર્કશીટ અને પેંડા… ગુજરાતમાં પહેલો આવ્યો છું…’ જયની ખુશીનો પાર નહોતો.

મમ્મી-પપ્પાએ માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ બાજુ પર મુકી દીધી.

‘મારી પેલી માર્કશીટ ક્યાં…?’ જયે તેની દરવર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી.

‘અરે… બેટા… હવે તું મોટો થયો… કદાચ અમારા આપેલા માર્ક તને નહી ગમે તો…? આ વખતે નહી આપીએ તો નહી ચાલે….?’ જયના પપ્પાએ તો ઇન્કાર કરતા કહ્યું.

‘ના એમ નહી ચાલે મારે તમારી બનાવેલી માર્કશીટ જોઇએ જ…’ જયે જીદ કરી.

‘સારું, લે પણ ધ્યાન રાખજે… અમે તારી સ્કુલના શિક્ષકો જેવા હોંશિયાર નથી. જય બેટા, આ કોઇ ભણવાના વિષયોની માર્કશીટ નથી પણ તારા જીવનનું આ વર્ષનું અમારું વાર્ષિક મૂલ્યાંકન છે.’ અને પપ્પાએ જયને તેની અનોખી માર્ક્શીટ આપી.

જયે તો બે પાનાની માર્કશીટ હાથમાં લીધી અને મમ્મી-પપ્પાએ કેટલા ગુણ આપ્યા છે તે જાણવાની તાલાવેલી જાગી.

જયના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા પણ પુસ્તકોના અભ્યાસથી તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ ઉછેર કરી રહયા હતા.

દર વર્ષે જયનું સાત જુદા જુદા વિષયોનું વાર્ષિક મૂલ્યાંકન કરી સો ગુણની પરીક્ષાની જેમ જ તેના માર્ક આપતા.

આ અનોખી માર્કશીટમાં ઉપર જયનું નામ… ઉંમર અને તેની નીચે વિષયોના નામ લખી તેની સામે મેળવેલ ગુણ લખેલા હતા.. દરેક વિષયની નીચે વિસ્તારથી જવાબ લખેલો હતો.

વિષય પહેલો : પોતાની વસ્તુઓની દરકાર
મેળવેલ ગુણ – ૯૧

જય તારી વસ્તુ પ્રત્યેની દરકાર ઘણી સારી છે, તારી દરેક ચોપડીઓના પૂંઠા અને તેની સંભાળ સરસ રીતે કરી છે… તારો કબાટ તું વ્યવસ્થિત રીતે રાખતા તું શીખી ગયો છું. તારી દરેક વસ્તુઓ તેના સ્થાને મુકવાની આદત સુધરી છે.. પણ આ વર્ષે તું સાયકલ પ્રત્યે સહેજ બેધ્યાન હતો… તેની સાફસફાઇ, કુલ નવ વાર થયેલ પંચર ( ગયા વર્ષ કરતા ત્રણ વાર વધારે ), તારાથી એક જોડ ચંપલ અને ચાર પેન, એક પેન્સિલ ખોવાયેલ છે જેના કારણે નવ માર્ક કપાયા છે.

વિષય બીજો : પોતાની સારસંભાળ
મેળવેલ ગુણ : ૯૫

બેટા જય આ વખતે તારી બોર્ડની પરીક્ષાની સાથે તારા આરોગ્યની સંભાળ સારી રીતે કરી છે. બહારના જંકફૂડ ખાવાની એકવાર પણ જીદ કરી નથી. તેં આ વર્ષે તારા કપડાના બટન જાતે લગાવવાનું શીખી લીધું… સમયસર જાતે વાળ કપાવી નાંખે છે.. પણ જમીને હજુ થાળી નહી ઉપાડવાની તારી આદત નથી બદલાઇ. સવારે ઉઠ્યા પછી તારી પથારી હજુ તારી મમ્મીએ જ ઉઠાવવી પડે છે જેના કારણે તારા પાંચ ગુણ ઓછા થયા છે.

વિષય ત્રીજો : ઘરની જવાબદારી
મેળવેલ ગુણ : ૮૫

અમને ખ્યાલ છે કે આ વર્ષે અભ્યાસનું વર્ષ છે એટલે ઘરની જવાબદારી શક્ય નહોતી… રૂમમાંથી બહાર નીકળતા પંખાની સ્વિચ બંધ ન કરવી…. સવારે ચકલીને ચણ નાખવાનું તારા ટ્યુશનને લીધે ઘણીવાર ભૂલી જતો… નિયમિત પ્રાર્થના ન કરવી, ન્હાતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરવો જેવી કાયમી ભૂલોને લીધે આ વર્ષે પંદર માર્ક ઓછા છે.

વિષય ચોથો : મિત્રો સાથેનો વ્યવહાર
મેળવેલ ગુણ : ૯૦

આમા તો તારા મિત્રો તરફથી કોઇ ફરીયાદો નથી પણ તારા અંગત મિત્ર રાકેશ સાથે તારે ત્રણ વાર ઝઘડો થયો હતો. તમારા બે મહિના સુધી અબોલા રહેલા. જય બેટા.. વાંક ભલે ગમે તેનો હોય પણ મિત્રતાના એક છેડે આપણે ઉભા છીએ જેથી ક્યારેક જતુ કરીને મિત્રતા નીભાવવી.

વિષય પાંચમો : સમય પાલન
મેળવેલ ગુણ : ૯૯

જય… આ વિષયમાં તું હંમેશા અવ્વલ રહ્યો છે.. તેં તારા ટાઇમ ટેબલ મુજબ સતત કાર્ય કર્યુ છે… અને બેટા ધ્યાન રાખજે જે વ્યક્તિ પોતાના સમયને સમજે છે અને સાચવી લે છે તેના જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે.

વિષય છઠ્ઠો : પરસ્પર નો પ્રેમ
મેળવેલ ગુણ : ૧૧૧

જય… આ એક વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યાં છે… તારી મમ્મીએ કહ્યું છે મારા જયને ૧૦૦માંથી ૧૧૧ માર્ક આપજો. તેને કહ્યું છે કે જય કાયમ પહેલો નંબર લાવે છે છતાંય તેને ક્યારેય બીજા સુખી ભાઇબંધો સાથે પોતાની સરખામણી નથી કરી… બાઇક કે મોબાઇલ લેવાની ખોટી જીદ નથી કરી. અમે તને બીજાના મમ્મી-પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા છતાં ક્યારેય કોઇ ફરીયાદ નથી કરી. વાંચતા વાંચતા ઉંઘ ન આવે માટે ઘરમાં દૂધ ન હોય તો રાત્રે પાણી, ચા અને ખાંડ ગરમ કરીને વગર દૂધની ચા પીને તું ઘણીવાર અમને સુતા મુકીને જાગતો રહ્યો છે અને વાંચતો રહ્યો છે. તારા વિદાય સમારંભ વખતે તને મળેલ એલાર્મ ક્લોક તેં સામેવાળાં રમણિકકાકાને આપી દીધેલી કારણ કે તેમને ઘણીવાર વહેલા ઉઠવામાં તકલીફ પડતી.. આ બધુ સમજી તારી મમ્મીએ તને સો વત્તા અગિયાર માર્ક વધારાના આપ્યાં છે..એટલે તને કુલ છસોમાંથી ૫૭૧ માર્ક્સ મળે છે. અર્થાત ૯૫.૧૬%… અભિનંદન…

બેટા જય… તું અમારો જીગર જાન ટુકડો છે… આપણે પરસ્પરનો પ્રેમ સાચવવો અને એકમેકના જીવનની જરુરિયાત સમજવી તે તું ખૂબ સારી રીતે સમજ્યો છે. તારી મમ્મી છે તે ક્યારેય પોતાના દિકરાના માર્ક કાપી ન શકે… પપ્પા કઠોર બની શકે… માં નહી…!

બેટા… જીવનનાં આ વિષયોમાં કાયમ વધારે ને વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરજે… આજે ઉપરના વિષયો તને કદાચ નાના કે બિનજરુરી લાગતા હશે પણ તે તને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ચોક્કસ લઇ જશે.

વિષય સાતમો : વાલી તરીકે અમારી ફરજ
આપવાના ગુણ : _

બેટા જય… આ વર્ષે આ જુદો વિષય ઉમેર્યો છે… આ વિષયમાં તારે અમારું મુલ્યાંકન કરવાનું છે.. તારે પણ અમને સોમાંથી માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદરીનું કેટલું વહન કરી શક્યા છીએ. અમે તને કેટલીયે સગવડો નથી આપી શક્યા… તારી સ્કુલ કે કોઇ સમારંભમાં અમે હાજર રહી નથી શક્યાં… અરે તારા વિદાય સમારંભમાં તારે નવું જીન્સ લેવું હતું પણ મેં તને નહોતું ખરીદી આપ્યું. તારે પ્રવાસમાં જવાનું હતું પણ મમ્મીને ખૂબ ચિંતા હતી એટલે અમે ના કહેલી… બેટા… અમારી પણ મર્યાદાઓ છે… તારા આપેલા માર્કથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક વધે તેવા પ્રયત્નો કરીશું.

અને જયે તો તરત જ આ છેલ્લા વિષયમાં ૧૨૧ માર્ક આપીને નીચે લખી દીધું.

વ્હાલા મમ્મી-પપ્પા,

તમે એમ ન સમજશો કે તમે મને કાંઇ નથી આપ્યું. તમે મને જે આપ્યું છે તે આ દુનિયાના કોઇપણ મા-બાપે કદાચ તેના દિકરાને નહી આપ્યું હોય…! તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનની અનોખી સમજણ આપી છે જે મારા સ્કુલના વિષયોમાં ક્યારેય નથી મળતી. વિષયોમાં માર્ક લાવવાની સાથે વ્યવહારમાં પણ કેવી રીતે સારા માર્ક લાવવા તે તમે મને આ રીતે શીખવ્યું છે.
તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો હું પણ સામે તમને મારી દરેક માર્કશીટ વધુ સારી બનાવવાનું પ્રોમિસ આપું છું.

ચિત્ર:- સોશ્યલ મીડિયા માંથી સાભાર

सबकुछ पहले से ही लिखा है तो पाप और पुण्य हो ही नही सकता…

#રેશનાલિઝમ


રેશનલ વ્યક્તિ, બુધ્ધિમાં ન ઉતરે તેવી વાત ને માન્ય ગણતો નથી,ચમત્કારો, અલૌકિકતા જેવી વાતો માં તેને શ્રધ્ધા હોતી નથી, તે એક બૌધ્ધિક વ્યક્તિ છે જે બુધ્ધિમાં ન ઉતરે તેવી વાત કે ઘટના ને માનતો નથી, કોઈ પણ વાત માં તાર્કિકતા, વ્યાજબીપણુ અને પ્રમાણ હોય તોજ માન્ય ગણે તેને સામાન્ય રીતે રેશનાલિસ્ટ કહી શકાય. તે વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવે છે, દરેક ઘટના કે બનાવ પાછળ વિજ્ઞાન નો સિધ્ધાંત કામ કરતો હોવો જોઈએ, તોજ તે માની શકાય તેવો તેનો આગ્રહ હોય છે,દુષ્કાળ, અતિવ્રુષ્ટિ,ધરતીકંપ, પૂર,સર્પદંશ, માન્દગી, આરોગ્યપ્રાપ્તિ,મ્રુત્યુ, જન્મ, સફળતા નિષ્ફળતા, ગરીબી,નિર્ધનતા, લગ્ન, લગ્ન વિચ્છેદ,મૈત્રી કે શત્રુવટ,સુખ કે દુઃખ જેવી કોઈ પણ ઘટના પાછળ કોઈ ચમત્કાર, અભિશાપ, વરદાન, ઇશ્વરક્રુપા,કે નસીબ જેવા કોઈ તત્વો જવાબદાર હોતા નથી,આ બધાની પાછળ કોઈ ને કોઈ તાર્કિક કારણો હોય છે,અને તેવા કારણ વીનાની વાત કે ઘટના ને રેશનલ વ્યક્તિ સાચી ગણતો નથી.
ઉદ્દામવાદી રેશનાલિસ્ટો ઇશ્વર કે ભગવાન ને પણ માનવાનો ઇંકાર કરે છે, આ સમગ્ર સ્રુષ્ટિનુ સર્જન કોઈ ચમત્કાર થી નહીં, કોઈ ઇશ્વર ની રચનાત્મકતા થી નહીં, પણ વિજ્ઞાન ના નિયમો થી ઉભી થઈ છે, અને કુદરતના નિયમો, વૈજ્ઞાનિક નિયમો દ્વારા જ તેનુ સંચાલન થાય છે. તેનાથી વિપરિત બનાવ એ જુઠાણું છે, એવી તેમની દ્રઢ માન્યતા હોય છે, વરસાદ નુ પાણી જમીન ઉપરજ પડે, ઉછાળેલો દડો નીચે જ આવે, આંબાના વૃક્ષ ઉપર કેરીજ આવે, બંદુકની ગોળી સીધી લીટીમાંજ ગતિ કરે, પક્ષીઓ દોડી ન શકે, પ્રાણીઓ ઉડી ન શકે, સમુદ્રમાં ભરતી આવેજ, અને નદી કે તળાવ માં નજ આવે,પથ્થર , ધાતુ કે કાષ્ટની મુર્તી દુધ નજ પીવે, ઇત્યાદી કુદરતિ નિયમો છે,સૂર્ય પશ્ચિમ દિશામાં નજ ઉગે, સૂર્ય કે ચન્દ્રગ્રહણ કોઈ ચમત્કાર નથી, કે તેનાથી કોઈ લાભકે નુકશાન થત્તુ નથી,તમે આગમાંહાથ નાખો તો તો દાઝ્યાવીના રહોજ નહી, તમે પાણીમાં પડો તો ડુબવાનાજ છો, તમે ઉપરથી પડશો કે ચાલતી આગગાડી ની સામે આવશો તો તમારા ફુરચેફુરચા ઉડવાનાજ છે, તમે ઓક્સીઝન વીના પાંચમીનીટ પણ જીવી શકવાના નથી, બરફની વ્રુષ્ટિમાં તમારુ શરીર થીજી જવાનુજ છે,આ અને આવાજ બીજા નિયમો આપણને લાગુ પડે છે, તેમાં જો કોઈ અપવાદ જોવા મલે તો તે ચમત્કાર કહેવાય, અને કુદરત ના નિયમો એટલા દ્રઢ હોય છે કે ક્યારેય કોઈ ચમત્કાર ને અવકાશ નથી હોતો, તમે ગમે તેટલા પ્રભુભક્ત હો તો પણ આગમાંથી હેમખેમ બચી ને આવવાના નથી,કે પૂરમાં તણાયા વીના રહેવાના નથી, જે વસ્તુ તર્કસંગત નથી તેને રેશનાલિસ્ટ માનતો નથી.એનો અર્થ એ થાય કે જો ઇશ્વર પણ હોય, તો એ પણ નિયમો વિરુધ્ધ તમને કોઈ લાભ કે નુકશાન કરી શકતો નથી. આમાંથી બીનરેશનાલિસ્ટો બીજો અર્થ કાઢી શકે છે, કે જો બધુ કુદરતના, કે વિજ્ઞાન ના નિયમો અનુસાર જ થતુ હોય,તો સદગુણ, સદાચાર,મૈત્રીભાવ, અનુકંપા, જીવદયા, વફાદારી, સચ્ચાઇ,પ્રામાણિકતા,અને ઉદારતા જેવા ગુણો નો શો અર્થ છે..?જો નિયમાનુસાર જ બધુ થવાનુ હોય તો તમારે કોઈ ને ક્ષમા કરવાની, કે કોઈ ને આપત્તિમાં થી ઉગારવાની શી જરુર છે..?તમારે કોઈ ને દાન કે સહાય કરવાની શી જરુર છે..?કુદરત તેનુ કામ કરશે, આપણે વચ્ચે પડવાની શી જરુર છે..?તેમની બીજી દલિલ એ છે કે વિજ્ઞાન ના નિયમો અનુસારજ આ જગતનુ સંચાલન થતુ હોય, તો એ નિયમો બનાવ્યા કોણે ?અને બનાવ્યા તો એનુ સખત પાલન કોણ કરાવે છે..?આપણે જાણીયે છીએ, જ્યાં જ્યાં નિયમો બને ત્યાં તેને તોડવાની વ્રુતિ આપણામાં કુદરતી રીતેજ હોય છે, , તો પછી આ નિયમો કેમ તોડી શકાતા નથી..?વરસાદ નુ પાણી આપણે ઇચ્છીયે ત્યાં કેમ પડતુ નથી..?આપણે ઉડી કેમ શકતા નથી..?આપણે એકાએક ધનવાન કેમ બની જતા નથી, આપણે સપાટાબન્ધ પર્વત કેમ ચઢી શકતા નથી..?કુદરત નુ અનિવાર્ય અનુશાશન કેમ અફર હોય છે..?નિયમો નુ જો આવુ દ્રઢ અનુશાશન હોય તો તેનુ સંચાલન કોણ કરે છે..?અને જે શક્તિ આ સંચાલન કરતી હોય તેની પુજા ભક્તિ કરવા થી તે પોતાના નિયમ વિરુધ્ધ જઈ ને તમને સહાય કેમ ન કરે..?આ વિચાર માંથી જ ભક્તિ, પુજા, તપશ્ચર્યા,દાન ધર્મસત્કાર્યોનો આવિષ્કાર થયો હોવો જોઈએ, અને તેને સમર્થન આપવા માટે ચમત્કારો ની વાતો ચાલી હોવી જોઈએ, કોઈ આકસ્મિક રીતેજ ભક્ત પ્રહ્લાદ આગમાંથી બચી ગયો હોય કે નરસિન્હ મહેતા ને આકસ્મિક કોઈ ની મદદ મળી ગઈ હોયએ વૈજ્ઞાનિક કારણેજ બન્યુ હોય, પણ તેમણે જે કટોકટી માં આ આકસ્મિક સહાય તેમને મળી હોય તેને ચમત્કાર માં ખપાવી દેવામાં આવી હોય એમ બનવુ અશ્ક્ય નથી.અને પરિણામે પ્રભુભક્તિ ને વેગ મલ્યો હોય તેમ બનવુ અસંભવ નથી.લોકોની આ શ્રધ્ધા નો ભંગ કરવો તે મુશ્કેલ કામગીરી છે અને બહુ જરુરી પણ નથી,દરેક ને પોતાની માન્યતા ધારણ કરવા નો અધિકાર છે, કોઈ ને ચમત્કાર માં શ્રધ્ધા હોય તો આપણે કે કોઈ કટ્ટર રેશનાલિસ્ટ તેને અટકાવી શકતો નથી,આપણે રેશનાલિસ્ટ હોઈએ કે બીજાઓ ચમત્કાર માં વિશ્વાસ ધરાવતા હોય તેનાથી પ્રુથ્વિના જીવનમાં વાતાવરણમાં કે પ્રુથ્વી ની ઇકોલોજી માં કોઈ ફરક પડવાનો નથી,રેશનાલિસ્ટ હોવાથી આપણે કોઈ વિશેષ લાભ મેળવતા નથી કે અન્ધશ્રધ્ધા થી ચમત્કારમાં માનવા વાળા ને કોઈ મોટુ નુકશાન થવાનુ નથી,પછીઆ વિતંડાવાદ માં પડવાનો શો અર્થ છે..?જો ચમત્કાર માંજ માનવુ હોય તો પૃથ્વી અને સૂર્ય નુ નિયત અંતર, નિયમિત થતો સૂર્યોદય, ઓક્સીઝનનુ જળવાઈ રહેતુ પ્રમાણ, ગરમી, વરસાદ, ભરતી ઓટ, જે કરોડો વર્ષથી નિયમિતપણે ચાલ્યા કરે છે એજ મોટો ચમત્કાર છે,આપણા શરીર ની જટિલ રચના, જીવનભર એકધારી રીતે ધબકતુ આપણુ હ્રદય, માનવ શરીર માંથી બીજા માનવ નો જન્મ, આપણી શ્વસન ક્રિયા, પાચનતંત્ર, શરીરમાં લોહી નુ પરિભ્રમણ,વાગેલા ઘાવની રુઝાવાની પ્રક્રિયા,મ્રુત્યુની અનિવાર્યતા, વીગેરે બધુજ ચમત્કાર નથી તો શું છે..?મહાનમાં મહાન ભક્ત કે યુગ પુરુષ પણ અમર કેમ નથી હોતો..?આ બધા ચમત્કાર જ છે.આજે ભલે આપણે વિમાન ને આકાશમાં ઉડવાના સિધ્ધાંતો શોધી કાઢ્યા છે કે ભારે વજન ધરાવતિ આગબોટો ને પાણી ઉપર તરવાના નિયમો શોધી કાઢ્યા છે પણ જો એ નિયમો આપણને ખબર ન હોત તો એ મોટા ચમત્કારજ લાગત ને..?શ્રધ્ધાળુઓ કે રેશનાલિસ્ટો કુદરતના બધાજ નિયમો જાણી શક્યા નથી, હજી કુદરતમાં એવા ઘણા નિયમો હશે જે આપણે જાણતા નથી,એવુ પણ શક્ય છે કે માનવી અદ્રષ્ય થઈ શકે, એક ગ્રહથી બીજા ગ્રહ પર જઈ શકે,ધારે ત્યાં સુધી જીવન લંબાવી શકે, અને એક સાથે બે જગ્યાએ દેખા દઈ શકે…! પણ તેની પાછળના વૈજ્ઞાનિક નિયમો જ્યાં સુધી આપણે જાણતા ન હોઈએ ત્યાં સુધી આપણે આવુ બનવાનો ઇંકારજ કરીયે તે સ્વાભાવિક છે, ચમત્કાર પાછળ પણ કુદરત નો , કહો કે વિજ્ઞાન નો કોઈ ને કોઈ નિયમજ હોય છે, માત્ર આપણે હજી તેનો આવિષ્કાર કરી શક્યા નથી એટલેજ તેને ચમત્કાર કે બનાવટ માની લઈએ છીએ, અને શ્રધ્ધાળુઓ તેને ચમત્કાર માની ને ભાવવિભોર થઈ જાય છે.

આ વિશાલ બ્રહ્માંડમાં અસંખ્ય અજાયબીઓ પડેલી છે, બ્રહ્માંડની અનંતતા સામે પૃથ્વી તો એક બિન્દુ માત્ર છે. રેશનાલિસ્ટો કે શ્રધ્ધાળુઓ કોઈ હજી તેનો સંપુર્ણ તાગ મેલવી શક્યા નથી, હજી એવુ ઘણુ શોધાવાનુ બાકી છે જે આજે ચમત્કાર અથવા અન્ધશ્રધ્ધા લાગતુ હોય,પણ તેની પાછળ વિજ્ઞાન નો કોઈ ને કોઈ નિયમ કામ કરી રહ્યો હોય જે આપણે હજી જાણવાનો બાકી હોય. આપણે બ્રહ્માંડના બધા જ રહસ્ય જાણી ચુક્યા છીએ એવો ગર્વ તો રેશનાલિસ્ટે પણ રાખવો ન જોઈએ,નહીતર રેશનાલિઝમ પણ એક પ્રકાર ની અન્ધશ્રધ્ધા બની જઈ શકે છે.
( કોપી પેસ્ટ)
#Nastik_Jivan